Wednesday, October 19, 2011

કોથમીર કઇ-કઇ બીમારીઓમાં મદદગાર થઇ શકે છે ?




નાજુક પાનમાં છુપાયેલું છે અનોખા ગુણોનું રહસ્ય!!


રસોઇમાં ઉપયોગી એવી કોથમીર ખરીદવામાં ભલે ને સસ્તી હોય પરંતુ ગુણનાં મામલામાં તે બહુ કીંમતી હોય છે.તે તમારા ખાવાનો સ્વાદ અને સુગંધ તો વધારે છે સાથે તમને ઘણી બીમારીઓમાંથી ઉગારે છે,આવો જાણો કે કોથમીર કઇ-કઇ બીમારીઓમાં મદદગાર થઇ શકે છે.


આંખોનાં રોગ


આંખો માટે કોથમીર બહુ ગુણકારી હોય છે.થોડી કોથમીરને વાટીને પાણીમાં ઉકાળીને ઠંડી કરી લો,કપડાથી ગાળીને શીશીમાં ભરી લો.તેનાં બે ટીપાંને આંખોમાં ટપકાવવાથી આંખોમાં બળતરા,દર્દ તથા પાણી પડવાં જેવી સમસ્યાઓ દુર થાય છે.


નકસીર


લીલી કોથમીર 20 ગ્રામ અને ચપટી કપુરને મેળવીને પીસી લો.આ બધોરસ નીચોવી લો.આ રસનાં બે ટીપાં નાકમાં બન્ને જગ્યાએ ટપકાવવાથી તથા તે રસને માથા પર લગાડીને ઘસવાથી લોહી તરત જ બંધ થઇ જાય છે.


ગર્ભાવસ્થામાં જીવ ગભરાવવો


ગર્ભ ધારણ હોવાનાં બે-ત્રણ મહિનાં સુધી ગર્ભવતી મહિલાને ઉલ્ટીઓ થાય છે આવામાં એક કપ કોથમીરમાં એક કપ ખાંડ ભેળવીને તેને ઉકાળીને તે ઉકાળો પીવાથી જીવ ગભરાવવાનું બંધ થાય છે.


હાઇવ્ઝ(ચામડી પર થતી ફોલ્લીઓ)


શરીરમાં તકલીફ હોય તો લીલી કોથમીરનાં પત્તાંનો રસ,મધ અને રોગન ગુલ આ ત્રણેયને ભેળવીને તેનો લેપ કરવાથી ચામડીમાં પર થતી ફોલ્લીઓ અને ખરજવામાં તરત આરામ મળે છે.